ઝાલોદ રાજપુર મુકામે ડબગર સમાજ દ્વારા અતુલ અને તુષાર કપ ટેનિસ ટુર્નામેન્ટ યોજાઈ.
પંકજ પંડિત ઝાલોદ
ઝાલોદ રાજપુર મુકામે ડબગર સમાજ દ્વારા અતુલ અને તુષાર કપ ટેનિસ ટુર્નામેન્ટ યોજાઈ
ઝાલોદ, સંતરામપુર, દાહોદ અને ગોધરા એમ ચાર વિસ્તારની ટીમોએ ભાગ લીધો
ડબગર સમાજ દ્વારા આયોજિત અતુલ અને તુષાર કપ 2023 નું આયોજન ચાર ગામો વચ્ચેની ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઝાલોદના રાજપુર મેદાન પર કરવામાં આવ્યું હતું તેમાં ઝાલોદ ,સંતરામપુર, ગોધરા અને દાહોદની ટીમોએ ભાગ લીધો હતો ફાઇનલ મેચ ગોધરા અને દાહોદ વચ્ચે રમાઈ હતી દાહોદ એ પ્રથમ બેટિંગ કરતા 10 વર્ષમાં 104 રન કર્યા હતા તેના જવાબમાં ગોધરા ટીમ 10 ઓવર માં ફક્ત 99 રન બનાવી શકી હતી આમ છ રને દાહોદ ટીમનો રોમાંચક વિજય થયો હતો અને ફાઇનલ ટ્રોફી દાહોદના ફાળે ગઈ હતી.
સમગ્ર મેચની લાઈવ કોમેન્ટ્રી રાજેશ પંચાલ દ્વારા કરવામાં આવી હતી અને સમગ્ર દર્શકોના દિલ જીતી લીધા હતા બેસ્ટ કોમેન્ટ્રી બદલ ડબગર સમાજ દ્વારા શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતુ.