ફતેપુરાના કરોડિયા ગામે કલાકો સુધી બ્લુ ફાઇટ થતાં રાહ દારીયોનો જીવ તાળવે ચોંટીયા.
રિપોટર – પ્રવીણ કલાલ ફતેપુરા
ફતેપુરાના કરોડિયા ગામે કલાકો સુધી બ્લુ ફાઇટ થતાં રાહ દારીયોનો જીવ તાળવે ચોંટીયા
ફતેપુરા માં રખડતા પશુઓને લઈ અવર નવર અકસ્માત ના બનાવો બની રહ્યા છે રખડતાં પશુઓના કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે ફતેપુરાના કરોડિયા ગામે કરોડિયા ચોકડી પાસે બે આંખલાઓ સામસામે આવી જતા કલાકો સુધી રાહદારીઓના જીવ તાળવે ચોંટી ગયો હતો
ફતેપુરા માં બે આખલાઓ સામ સામે બાખડતા અવરજવર કરતા રાહદારીઓને રસ્તા ઉપર થી પસાર થવું મુશ્કેલી બન્યું હતું કલાકો સુધી આખલા બાખડયા અવરજવર કરતા અનેક વાહનોને તોડફોડ કરી હતી તો લોકોને રસ્તા પરથી પસાર થવું પણ મુશ્કેલી બન્યું હતું બંને આંખલાઓની લડાતા બંધ કરવા માટે લોકોએ પાણી નો મારો ચાલુ કર્યો હતો તો છતાં પણ બંને આંખલાના છૂટા પડ્યા ન હતાં
લોકો પથ્થર લાકડી વડે બંને આંખલાને છુટા પાડવાના ઘણા પ્રયત્નો કર્યા હતા પરંતુ બંને આંખલાઓ છુટાં ન પડ્યા થોડીવારમા લોકોમા નાસભાગ મચી હતી અંતે બંને આંખલાઓ છેલ્લે મેદાનમાં જઈને છૂટા પડ્યા હતા ત્યારે આ રખડતા પશુઓ ના અંકુશ માટે ગ્રામ પંચાયત કોઈ પગલાં લઈ નકર કામગીરી કરે તેવી કામ લોકો માગણી કરી રહ્યા છે