દેવગઢ બારીઆ તાલુકાના સીમળાઘસી ગામે તુફાન ગાડીએ છકડાને અડફેટે લેતા એક મહિલા સહિત બેને ઈજા
દાહોદ તા.૨૧
દેવગઢ બારીઆ તાલુકાના સીમળાઘસી ગામેથી એક તુફાન ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી નવા નક્કોર અને પાસીંગ કર્યા વગરના છકડાને અડફેટમાં લેતા છકડામાં બેઠેલ એક મહિલા સહિત બેને શરીરે ઈજાઓ થયાનું જાણવા મળે છે.
ધાનપુર તાલુકાના વેડ ગામે સીમાડા ફળિયામાં રહેતા ભુપેન્દ્રસિંહ રણજીતસિંહ ચૌહાણે કેટલાક દિવસો પુર્વે નવુ થ્રી વ્હીલર છકડો ખરીદ્યો હતો અને તેનુ પાસીંગ પણ બાકી હતી ત્યારે ગત તા.૨૮.૧૦.૨૦૧૯ના રોજ તેઓ પોતાના કબજાની નવો નક્કરો છકડો લઈ તેમાં પેસેન્જરો ભરી દેવગઢ બારીઆ તાલુકાના સીમળાઘસી ગામેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે એક તુફાન ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાનો છકડો પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ઉપરોક્ત વ્યÂક્તના છકડાને અડફેટમાં લઈ ટક્કર મારતાં છકડો પલ્ટી ખાઈ ગયો હતો જેથી ભુપેન્દ્રસિંહની પીઠની પાસળીઓ તેમજ સુમિત્રાબેનને જમણા હાથે તથા પગે ઈજાઓ પહોંચાડી તુફાન ગાડીનો ચાલક પોતાના કબજાનું વાહન લઈ નાસી ગયો હતો.
આ સંબંધે ભુપેન્દ્રસિંહ રણજીતસિંહ ચૌહાણે સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

