દાહોદ ખાતે સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં સ્વસહાય જુથો માટે કેશ ક્રેડીટ કેમ્પ યોજાશે.
રિપોટર શબ્બીરભાઈ સુનેલવાલા ફતેપુરા
દાહોદ ખાતે સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં સ્વસહાય જુથો માટે કેશ ક્રેડીટ કેમ્પ યોજાશે*
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દાહોદ નગરના સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે આગામી તા. ૫ જાન્યુઆરીના રોજ બપોરે ૨ કલાકે સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં સ્વસહાય જુથો માટે કેશ ક્રેડીટ કેમ્પ યોજાશે. કાર્યક્રમમાં પંચાયત અને કૃષિ રાજ્યમંત્રી શ્રી બચુભાઇ ખાબડ પણ ઉપસ્થિત રહેશે. દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં જિલ્લાના ધારાસભ્યશ્રીઓ પણ ઉપસ્થિત રહેશે.