ડાકોરમાં રહેતા યુવાને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાધો
નરેશ ગનવાણી બ્યરો ચીફ
નડિયાદ ડાકોરમાં રહેતા યુવાને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાધો
નડિયાદ ડાકોરમાં યુવાને બંધ પડેલા સરકારી પાર્કિંગમાં જઈ પોતાના એક્ટિવા પરચડીને ગળે ફાંસો ખાઈ લેતાં ચકચાર મચી છે. બનાવની જાણ ડાકોર પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અપમૃત્યુની નોધ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. ડાકોરમાં નાની ભાગોળ માં રહેતો ૨૧ વર્ષિય કેતન વિનુભાઈમકવાણા ઘરની પાસે આવેલા સરકારી બંધ પડેલા ભોંય તળિયાના પાર્કિંગમાં ગળે ફાંસો
ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. કેતને પોતાનું એક્ટીવા સાથે લાવેલા દોરડાથી ફાયર સેફ્ટીની લોખંડની પાઈપ સાથે ગળાફાંસો ખાઈ લીધો છે. સમગ્ર બનાવની જાણ ડાકોર
પોલીસને થતાં પોલીસે મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. હાલ આપઘાત કરનાર પાસેથી કોઈ સ્યૂસાઈડ નોટ મળી આવી નથી જેના કારણે આપઘાત પાછળનું કારણ અકબંધ રહ્યું છે.