દાહોદનાં અર્બન હેલ્થ સેન્ટર ગારખાયા ખાતેના તબીબી સ્ટાફે એક ગર્ભવતી માતા-નવજાતને ગંભીર સ્થિતિમાંથી ઉગારી નવજીવન બક્ષ્યું

દાહોદનાં અર્બન હેલ્થ સેન્ટર ગારખાયા ખાતેના તબીબી સ્ટાફે એક ગર્ભવતી માતા-નવજાતને ગંભીર સ્થિતિમાંથી ઉગારી નવજીવન બક્ષ્યું
દાહોદનાં અર્બન હેલ્થ સેન્ટર ગારખાયા ખાતેના તબીબી સ્ટાફે એક ગર્ભવતી મહિલા જે પ્રસૂતિના અંતિમ તબક્કામાં આવ્યા હતા અને તેમની સ્થિતિ ઘણી ગંભીર હતી. તેઓની સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવી હતી અને માતા ઉપરાંત નવજાતને નવજીવન બક્ષ્યું હતું.
અહીંના નિમિષાબેન દિનેશભાઈ ખરાડિયા જેઓ પ્રથમ વખતની પ્રસૂતિ પીડા સાથે અર્બન હેલ્થ સેન્ટર ગારખાયા ખાતે પ્રસૂતિ પીડા ઉપડતાં આવ્યાં હતા. જેમાં પ્રસૂતિ દરમિયાન ગર્ભાશયનું પૂરું મુખ ખુલતા તેમજ બાળકનાં ગળામાં આવતી નાડ પણ ફાંસીના ફંદા સમાન બનતા સ્થિતિ ગંભીર બની હતી. ત્યારે ફરજ પર હાજર સીનીયર મિડવાઇફ પ્રદિપ પંચાલ, સ્ટાફ નર્સ મંજુબેન ગોહિલ સહિતના સ્ટાફે સ્થિતિને
સારી રીતે સંભાળી હતી. અહીંના સ્ટાફ દ્વારા આવા ગંભીર કેસોનો સારો અનુભવ હોવાથી માતાની પ્રસૂતિ કરવામાં સફળતા મેળવી હતી.
નવજાત બાળકને ત્યાર બાદ તરત જ જીવન રક્ષક પ્રોસિજર કરી નવજીવન અપાયું હતું અને બાળકને સ્ટેબલ કરી બાળકનાં ડોકટરને બતાવવા મોકલ્યું હતું. જયાં તે સંપૂર્ણ સ્વસ્થ જણાયું હતું. દરમિયાન પ્રસૂતિનાં છેલ્લો તબક્કો કે જે અતિ મહત્વનો હોઈ છે. જેની પ્રસૂતિ દરમિયાન નાડ અને મેલી વચ્ચેનું જોડાણ તૂટી ગયુ તેમજ કન્ડીશન ખૂબ જ જોખમી બની હતી. તેનો પણ NPM પ્રદિપ પંચાલે સંપૂર્ણ જૉખમ તેમની સૂઝ બુઝથી સારી રીતે મેન્યુઅલ પલ્સનટાની પદ્ધતિથી છુટ્ટી કરી માતાનાં જીવનાં જૉખમ દૂર કર્યા હતા. પ્રસૃતિ બાદ માતા અને બાળક સ્વસ્થ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!