ઝાલોદ તાલુકાના લીમડી થી દાહોદ જતાં નાળા પાસે મારુતિ ઇકો ગાડીના ચાલક દ્વારા ટુ વ્હીલર ગાડીને ટક્કર મારી
પંકજ પંડિત ઝાલોદ
ઝાલોદ તાલુકાના લીમડી થી દાહોદ જતાં નાળા પાસે મારુતિ ઇકો ગાડીના ચાલક દ્વારા ટુ વ્હીલર ગાડીને ટક્કર મારી
પૂરઝડપે ચાલતી ઇકો ગાડી દ્વારા ટુ વ્હીલર ગાડીને ટક્કર મારતાં દંપતી ઇજાગ્રસ્ત
31-12-2022 નાં રોજ લીમડી થી દાહોદ જતાં હાઇવે પર ફોર વ્હીલર મારુતિ ઇકો ગાડી પૂર ઝડપે ગફ્લત રીતે હંકારી જતાં એક્સેસ ટુ વ્હીલર ગાડી GJ 20-BB-8788 ને પાછળ થી ટક્કર મારી હતી. તેમાં એક સવાર દંપતિને ડાબા પગ ઘૂંટણની નીચે થી ફ્રેક્ચર થયેલ હતું તેમજ આંખની આજુબાજુ કપાળમાં નાની મોટી ઈજા થયેલ હતી તેમજ સવાર બીજા દંપતીને શરીરે નાની મોટી ઈજા થયેલ હતી. આ બંને દંપતીને તાત્કાલિક દાહોદ ઝાયડસ ખાતે દાખલ કરવામાં આવેલ હતા. અજાણ્યો ઇકો ગાડીનો ચાલક ટક્કર મારી નાશી છુટેલ હતો. આ અંગે લીમડી પોલિસ મથકે 03-01-2023 નાં રોજ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે.