ઝાલોદ સંતરામપુર હાઇવે ઉપર વેલપુરા ગામ પાસે એસ.ટી બસની બેદરકારી થી સર્જાયો અકસ્માત.
પંકજ પંડિત ઝાલોદ
ઝાલોદ સંતરામપુર હાઇવે ઉપર વેલપુરા ગામ પાસે એસ.ટી બસની બેદરકારી થી સર્જાયો અકસ્માત
એસ.ટી બસના ચાલક દ્વારા બાઇકને પાછળથી ટક્કર મારતાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત
તારીખ 03-01-2023 નાં રોજ ઝાલોદ સંતરામપુર હાઇવે ઉપર વેલપુરા પાસે ઝાલોદ તરફ થી આવતી એસ.ટી બસ GJ-18-Z-5671 દાહોદ પોરબંદરના બોર્ડ વાળી બસના ડ્રાઇવર દ્વારા પલ્સર મોટરસાયકલ GJ-20-AN-6978નાં ચાલકને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતમાં બાઇક સવારને ગંભીર ઈજાઓ થતાં તેનું સ્થળ ઉપર જ મૃત્યુ થયું હતું. એસ.ટી બસનો ચાલક અકસ્માત કરી બસ છોડી નાશી છુટેલ હતો. આ અંગે એસ.ટી બસના ચાલક પર ઝાલોદ પોલિસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરેલ છે.