બે ઇસમોને ચોરીના મોટર સાયકલ સાથે ઝડપી પાડતી પોલીસ

નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ

એસ ઓ જી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન.ચુડાસમાની સુચના આધારે ગુનાઓ શોધી કાઢવા અહેડકો સુભાષભાઇ, મુકેશભાઇ તથા ધર્મપાલસિહ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ધર્મપાલસિહ ને મળેલ બાતમી આધારે બે ઇસમો ચોરીનુ મોટરસાયકલ લઇને ડાકોરથી નડીયાદ તરફ આવવા નીકળેલ છે જે બાતમી આધારે નડીયાદ ચેતક પાર્ટી પ્લોટ ડાકોર-નડીયાદ રોડ નજીક વોચ તપાસમાં રહેતા તે જગ્યાએ બે શંકાસ્પદ ઇસમો નંબર પ્લેટ વગરનુ સ્પ્લેન્ડર પ્લસ મોડલનું મોટરસાયકલ જેનો ચેચીસ નંબર જોતા ઇસમોને મો.સા બાબતે પુછપરછ કરતા નડીયાદ મીશન ર્ચચ પાસેથી તા.૩૧/૧૨/૨૦૨૨ ના રોજ ચોરી કરેલાનુ જણાવેલ જેથી આરોપીઓ નામે (૧) ઉજ્જવલકુમાર ગીરીશભાઇ પ્રજાપતિ ઉ.વ.૧૯ રહે.મરીડા, પંચાયત પાસે, નડીયાદ (૨) હિતેશકુમાર ગુણવંતભાઇ પ્રજાપતિ ઉ.વ.૨૨ રહે.મરીડા, નડીયાદ નાઓને મોટર સાયકલ કિ રૂ.૩૦ હજારના મુદ્દામાલ સાથે એસ.ઓ.જી ખેડા-નડીયાદ નાઓએ પકડી પાડી નડીયાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!