પશુપાલન વિભાગની વિવિધ યોજનાઓનો લાભ લેવા નાયબ પશુપાલન નિયામકશ્રીની અપીલ.
સિંધુ ઉદય
પશુપાલન વિભાગની વિવિધ યોજનાઓનો લાભ લેવા નાયબ પશુપાલન નિયામકશ્રીની અપીલ
દાહોદ જિલ્લાના તમામ પશુપાલકોને નાયબ પશુપાલન નિયામકશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે કે, પશુપાલન શાખા, ગુજરાત રાજ્ય ગાંધીનગર, આદિજાતિ વિસ્તાર પેટા યોજના, દાહોદ તેમજ વિકાસશીલ તાલુકા યોજના, દાહોદ અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે આપની નજીકની પશુપાલન સંસ્થાનો સંપર્ક કરવો. પશુપાલન સંસ્થાનો સંપર્ક કરવાથી યોજના વિષયક જરૂરી તમામ માહિતી તેમજ ફોર્મ મેળવી, ફોર્મ માંગ્યા મુજબના જરૂરી સાધનિક કાગળો સામેલ રાખીને સત્વરે ફોર્મ જમા કરાવી લાભ લેવાનો રહેશે.