ઝાલોદ પંચાલ સમાજ મહિલા મંડળ દ્વારા સુખસર મુકામે ધ્વજા ચઢાવી પાંચ ધ્વજા ચઢવવાનો સંકલ્પ પુરો કર્યો

પંકજ પંડિત ઝાલોદ

વિશ્વકર્મા મંદિર ઝાલોદ, સંજેલી ,ઇલોરગઢ, ગરબાડા અને સુખસર એમ પાંચ મંદિરે ધ્વજા ચઢાવવામાં આવી

ઝાલોદ પંચાલ સમાજ મહિલા મંડળ દ્વારા ગત વર્ષની વિશ્વકર્મા તેરસ પર એક વર્ષની અંદર પાંચ ધ્વજા ચઢાવવાનો સંકલ્પ લીધો હતો.જે તેમના દ્વારા આજરોજ સુખસર મુકામે વિશ્વકર્મા મંદિરે ધ્વજા ચઢાવી સંકલ્પ પુરો કર્યો હતો. ઉપસ્થિત સહુ લોકો વિશ્વકર્મા ભગવાનના જયજય કાર સાથે ધ્વજા ચઢાવવામાં આવી હતી.
ઝાલોદ પંચાલ સમાજની મહિલા મંડળની બહેનો અને અન્ય આગેવાનો દ્વારા નગરના વિશ્વકર્મા મંદિરે આશીર્વાદ લઇ સહુ લોકો એક ગાડીમાં ભજન કિર્તન કરતાં સુખસર મુકામે પહોંચ્યા હતા. સુખસર મુકામે મંદિરે બે શિખર હોવાથી પહેલા વિશ્વકર્મા ભગવાનના આશીર્વાદ લઇ પૂજા કરી શિખર પર ધ્વજા ચઢાવવામાં આવી હતી ત્યાર બાદ બીજા શિખર પર માઁ અંબાની ધ્વજા ચઢાવવાનો અનેરો લ્હાવો પણ તેમને મળ્યો હતો. માઁ અંબાના મંદિરના શિખર પર સમાજ મંદીર સમિતિના પ્રમુખ અગ્નેશ પંચાલ, મંત્રી અનિલ પંચાલ, કારોબારી સભ્ય મનિષ પંચાલ દ્વારા મહારાજ નારાયણ શાસ્ત્રીની ઉપસ્થિતિ હેઠળ પૂજા અર્ચન કરી ચઢાવવામાં આવી હતી.ઉપસ્થિત સહુ લોકોના ચહેરા પર ધ્વજા ચઢાવવાનો અનેરો આનંદ જોવા મળતો હતો.

ઝાલોદ પંચાલ સમાજ મહિલા મંડળના પ્રમુખ ભાનુબેન પંચાલ, ઉપપ્રમુખ નિલેશ્વરીબેન પંચાલ, મંત્રી જયશ્રીબેન પંચાલ તથા મહિલા મંડળની તમામ બહેનો હાજર રહેલ હતા. 

જિલ્લા પ્રગતિ મંડળના મહામંત્રી બલૈયાના સુરેશભાઈ પંચાલ તેમજ સુખસર સમાજના સર્વે આગેવાનો પ્રમુખ સંજયભાઈ, સહમંત્રી પ્રફફુલભાઇ, શશીકાંતભાઇ રાજેન્દ્રભાઈ, હરીશભાઈ, ગુણવંતભાઈ, અરવિંદભાઈ સહુએ હાજર રહી સુંદર સહયોગ આપ્યો હતો અને સાથે સાથે તેમણે વિશ્વકર્મા મંદિરના શિખર પર ધ્વજા ચઢાવી પોતાની પાંચ ધ્વજા ચઢાવવાનો સંકલ્પ પુરો કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!