જેસાવાડા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બજરંગ દળ ની મીટીંગ યોજાઇ

નીલ ડોડીયાર

દાહોદ જિલ્લાના જેસાવાડા ગામે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બજરંગ દળની મીટીંગ પદ્મનાભ મંદિરે પ.પુ સંત શ્રી રામગીરી બાપુ ના સાનિધ્યમાં તથા જેસાવાડા ના વેપારી નગરશેઠ સુમનભાઈ સોની વિશ્વ હિન્દુ પરિષદ દાહોદ સત્સંગમંડળના પ્રમુખ પ્રિતેશ સોની તેમજ પૂર્વ સરપંચ સંજય રાઠોડ તથા કિરણસિંહ ચાવડા, ચરણસિંહ કટારા ,કાળુભાઈ ભુરીયા ,મનસુખભાઈ પરમાર ,રાજેન્દ્ર વાળંદ તેમજ ભરતભાઈ સોની ની પ્રેરક ઉપસ્થિતિમા ગામના નવયુવાન 200 જેટલા ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. હાજર મહાનુભવોએ
જરૂરી માર્ગદર્શન આપ્યું હતું જેમાં હિન્દુ ઓને સંગઠિત કરી પારસ્પરિક ભાઈચારો વધે ઊચ નીચના ભેદભાવ ઘટે તેમ જ સમગ્ર હિન્દુ સમાજ એક રહે તે હેતુસર આ સભા યોજવામાં આવી હતી આ સભાને સફળ બનાવવા ડો. તુષાર ચૌહાણ ,નીતિન ચૌહાણ વિગેરે નવ યુવાનોએ જેહમત ઉપાડી હતી સૌ નો આભાર માનવામાં આવ્યો હતો તથા દર અઠવાડિયે સૌ એકઠા થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: