૧૦૮ સંતોના સાંનિધ્ય સાથે આફ્રિકા નૈરોબી પ્રતિષ્ઠા મહોત્સવ થયો.

નરેશ ગનવાણી બ્યૂરોચીફ નડિયાદ

૧૦૮ સંતોના સાંનિધ્ય સાથે આફ્રિકા નૈરોબી પ્રતિષ્ઠા મહોત્સવ થયો.

આજરોજ ૧૦૮ સંતોના સમૂહ દર્શન અને સમૂહ આરતી સાથે આફ્રિકા ખંડમાં નૈરોબીમાં વડતાલઘામ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી છે. આ મહોત્સવની પોથીયાત્રા – નગરયાત્રા , બંને ઐતિહાસિક રહ્યા . ભક્તચિંતામણીની કથા પણ ચિરસ્મરણીય બની રહી. કથાના અંતે કે કે વરસાણી કચ્છ , પરેશભાઈ પી પટેલ વડતાલ , પરેશભાઈ સી પટેલ મહેળાવ , ચંદ્રેશ બાબરીયા સૌરાષ્ટ્ર વગેરે યજમાન પરિવાર અને પૂર્વ આફ્રિકા મંદિર , દારેસલામ મંદિર અને લંગાટા મંદિરના પ્રમુખોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વડતાલના ચેરમેન દેવપ્રકાશ સ્વામી , મુખ્ય કોઠારી ડો સંત સ્વામી , ગઢપુરના ચેરમેન શ્રીહરિજીવન સ્વામી , જુનાગઢના ચેરમેન વતિ માધવ સ્વામી , નૌતમપ્રકાશ સ્વામી – મહાસભા પ્રમુખ , નિત્યસ્વરૂપ સ્વામી સરધાર , નિલકંઠચરણ સ્વામી – જેતપુર , ધોલેરાના કોઠારી હરિકેશવ સ્વામી , મુંબઈના કોઠારી ભક્તિપ્રકાશ સ્વામી સાથે વિરસદ, ખંભાત ,પીજ , વડોદરા , દ્વારકા વગેરે મંદિરોથી ૧૦૮ જેટલા સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: