ઝાલોદ તાલુકાના લીમડીમાં જે. કે. લક્ષ્મી સિમેન્ટ લિમીટેડ દ્વારા નિશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો.
પંકજ પંડિત ઝાલોદ
કેમ્પમાં મોટાં પ્રમાણમાં લાભાર્થીઓએ લાભ લીધો હતો
લીમડીમાં જે. કે. લક્ષ્મી સિમેન્ટ લિમીટેડ દ્વારા નિશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો. કંપની દ્વારા જાહેર તંદુરસ્તીને ધ્યાનમાં રાખીને કંપની સાથે જોડાયેલા કડિયા, કારીગરો - કોન્ટ્રાકટરો, તથા તેમના પરિવારજનો, વગેરે માટે ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પ માં લાભાર્થીનું બ્લડ પ્રેશર, હૃદયનો ECG રીપોર્ટ, સુગર ચેકઅપ, BMI, વજન, આંખની તપાસ તથા અન્ય બીમારીઓને લગતું ચેક અપ MD Doctor ( સૈફી હોસ્પિટલ - દાહોદ ) ના નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા ચેકઅપ કરી આપવામાં આવ્યું હતું. તમામ કેમ્પનું આયોજન જે. કે. લક્ષ્મી સિમેન્ટ લિમીટેડ - સિક્સર સિમેન્ટ દવારા કરવામાં આવ્યું હતું.
આ કેમ્પ કે.એલ.સી. સિકસર સિમેન્ટ નાં વિક્રેતા – સિધ્ધ શીલા ટ્રેડર્સ ( હેમંતભાઈ બંમ ) – તળાવની સામે, ગોધરા રોડ લીમડી ખાતે થયું હતું. કાર્યક્રમને સફળ બનાવવા નિકુંજ જાની ટેકનિકલ ઓફિસર, ધર્મેશ ચૌધરીસેલ્સ ઓફિસર, કંપનીનાં સેલ્સ વિભાગનાં એરીયા ઇન્ચાર્જ વિભીષણ વાઘમારેની ઉપસ્થિતી સાથે ત્થા ટેકનીકલ સર્વિસ વિભાગનાં વડા જિજ્ઞેશ પુરોહિતનાં માર્ગ દર્શન હેઠળ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો તેમાં 97 લાભાર્થીઓએ ભાગ લીધો હતો.