છોટા ઉદેપુર માં શિવ કથા નો ભવ્ય શુભારંભ, પોથી યાત્રા માં ભાવિક ભક્તો ઉમટી પડ્યા.
રિપોર્ટર ઇમરાન મિર્ઝા
છોટા ઉદેપુર માં શિવ કથા નો ભવ્ય શુભારંભ, પોથી યાત્રા માં ભાવિક ભક્તો ઉમટી પડ્યા

છોટા ઉદેપુર નગર માં આજથી પરમ પૂજ્ય ગિરિ બાપુ ના શ્રીમુખે ભવ્ય શિવ કથા નો આજથી શુભારંભ થયો છે. નગર ના એસ એન કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજીત આ શિવ કથા આજથી તા.12 જાન્યુઆરી સુધી ચાલશે. છોટા ઉદેપુર નગર ના ગુરુકૃપા સોસાયટી શ્રી ગણપતી મંદિર થી ભવ્ય પોથીયાત્રા બેન્ડ વાજા સાથે નીકળી નગર ના મુખ્ય માર્ગો પર ફરી કથા મંડપ માં પહોચી હતી. આ ભવ્યાતિભવ્ય પોથી યાત્રા માં આદીવાસી નૃત્ય મંડળી સહીત મોટી સંખ્યામાં જનમેદની ઊમટી પડી હતી. નગર ની બહેનો માથે કળશ મુકી કેસરી અને પીળી સાડીઓમાં પોથીયાત્રા માં નિકળી હતી. જ્યારે નગરના દરેક સમાજના ભાવિક ભક્તો ઉમટી પડયા હતા. છોટા ઉદેપુર નગર માં પુજ્ય શ્રી ગીરી બાપુ ના શ્રિમુખે આયોજીત શિવ કથા નો લ્હાવો લેવા ભાવિક ભકતો માં ભારે ઉત્સાહ જણાઈ રહ્યો છે. સમગ્ર નગર જાણે શિવમય બન્યું હોય તેમ જણાઈ રહ્યું છે.

