વિવિધ પ્રશ્નો લઇ પશ્ચિમ નાગરિક સમિતિ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપ્યું.
નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ
પશ્ચિમ નાગરિક સમિતિએ ૧૧ મુદ્દાઓ લઇ કલેકટરને અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, નડિયાદ શહેરમાં જે ખેડા જિલ્લાનું મહત્વનું શહેર છે અને તેની વસ્તી દિવસ અને દિવસે વધી રહે છે અમે અગાઉ અવારનવાર નગરપાલિકાને બદલે મહાનગરપાલિકા કરવા રજૂઆત કરી છે. પરંતુ હજુ સુધી તે માંગણી સ્વીકારી નથી તો આ માંગણી વહેલી તકે સ્વીકારવા માંગ કરી છે.આ સાથે શહેરના મુખ્ય રસ્તાઓ પરના કેટલાક કાંસ ખુલ્લા છે. જેના કારણે મોટી જાનાહાની સર્જાવવાની ભીતી છે. ખાસ કરીને શહેરના સંતરામ રોડથી માઈ મંદિર તરફના ખાંચામાં આવેલ કાંસ છેલ્લા કેટલાય સમયથી ખુલ્લો છે. અહીંયા વાહનોની અવરજવરની સાથે સાથે રાહદારીઓની પણ અવરજવર રહે છે. આ ખુલ્લો કાંસ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અથવા તો રોડ છે ત્યાં સંરક્ષણ દિવાલબનાવવામાં આવી તેવી માંગ કરવામાં આવી છે.વૈશાલી ગરનાળુ પહોળુ કરવુ, પશ્ચિમમા સ્મશાનગૃહ, ફાયર વિભાગની સુવિધાઓ આપવીવધુમાં જણાવ્યું છે કે, શહેરમાં સીટી બસની ખાસ જરૂરિયાત છે. અગાઉ સીટી બસ શરૂ કરેલ અને તે અગમ્ય કારણોસર બંધ કરેલ છે. શહેરમાં શ્રેયસ ગરનાળાને મોટું કરતાં પાણીનો નિકાલ ઝડપથી થાય છે. નાગરિકો રાહત અનુભવે છે, અને જૂની જેલની જગ્યાનો સદઉપયોગ કરવાની જરૂરિયાત છે. ઓપન એર થીયેટર ટાઉન હોલનુંનવીનીકરણ કરવું, લાયબ્રેરી માટે જગ્યા ફાળવવી નડિયાદ પશ્ચિમમાં આગ્નિશાક સેન્ટર, સ્મશાનગૃહ બનાવવા, શહેરમાં બેરોજગારી દૂર કરવા નવા ઉદ્યોગોને પ્રોત્સાહનઆપવા તથા શહેરમા રખડતાં ઢોરો ત્રાસ દૂર કરવા માંગ કરી છે. આ પ્રસંગે સમિતિના પ્રમુખ નરેન્દ્ર નકુમ, કાંતિભાઈ શર્મા ઘનશ્યામભાઈ કા. પટેલ, રમેશભાઈ આહીર ઉપસ્થિત રહ્યા હતા.