ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામે ઘાસ કાપવાના મામલે એક મહિલાની ફટકારી
દાહોદ તા.૨૩
ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામે ઘાસ કાપવાના મામલે એક મહિલા સહિત ત્રણ જણાએ એક મહિલા સહિત કેટલાક વ્યÂક્તઓને ગડદાપાટ્ટુનો માર મારી તથા મહિલાને ધારીયુ મારી હાથના ભાગે ઈજા પહોંચાડ્યાનું જાણવા મળે છે.
ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામે મુડીયા ફળિયામાં રહેતા ધુળીબેન સુકીયાભાઈ સંગોડ તથા તેમના પરિવારજનો ગત તા.૨૨.૧૧.૨૦૧૯ના રોજ પોતાના ખેતરમાં ઘાસ કાપતાં હતા તે સમયે પોતાના જ ફળિયામાં રહેતા નાનજીભાઈ થાવરીયાભાઈ સંગોડ, લીલાબેન પરેશભાઈ ગણાવા, પરેશભાઈ ગણાવાનાઓ ત્યા આવી ઘાસ કાપવા લાગેલ, આ દરમ્યાન ધુળીબેને ઘાસ કાપવાની ના પાડતાં ઉપરોક્ત ત્રણેય જણા એકદમ ઉશ્કેરાય જઈ બેફામ ગાળો બોલી, ધુળીબેનને તથા તેમની સાથેના માણસોને ગડદાપાટ્ટુનો માર મારી તેમજ ધુળીબેનને હાથના ભાગે ધારીયુ મારી લોહીલુહાણ કરી ઈજા પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતાં આ સંબંધે ઈજાગ્રસ્ત ધુળીબેન સુકીયાભાઈ સંગોડે ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

