ગરબાડા પોલીસ મથકે પી.એસ.આઇ જે.એલ પટેલની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો.
ગરબાડા
ગરબાડા પોલીસ મથકે પી.એસ.આઇ જે.એલ પટેલની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો. ઊંચા વ્યાજદરે નાણાં ધિરનાર તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.પ્રાપ્ત માહિતી અનુસાર આજે તારીખ 6 જાન્યુઆરીના રોજ ગરબાડા પોલીસ મથકે ગરબાડા પોલીસ મથકના પી.એસ.આઇ જે એલ પટેલ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગરબાડા પંથકના તેમજ આજુબાજુના લોકો આ લોક દરબારમાં ઉપસ્થિત રહ્યા હતા આ લોક દરબારમાં વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા તેમજ ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજે પૈસા આપીને માનસિક ત્રાસ આપતા ઇસમો વિરૂદ્ધધ કાર્યવાહી કરવા પોલીસ કટિબંધ છે તેમ જણાવ્યું હતું અને સાથે સાથે ગરબાડામાં ચાઈનીઝ દોરી વેચતા તેમજ ચાઈનીઝ દોરી નો ઉપયોગ કરતા ઈસમો તેમજ દુકાનદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું