ઝાલોદ વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા દ્વારા રૂ.3 કરોડ ૩૯ રૂપિયાના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
પંકજ પંડિત ઝાલોદ
છાસીંયા, દાતગઢ, બીલવાણી, સુથારવાસા ગામોમાં વિવિધ કામોનું ખાત મુહૂર્ત કરાયું
ઝાલોદ ૧૩૦ વિધાનસભાના ધારાસભ્ય મહેશ ભૂરિયા દ્વારા વિવિધ વિસ્તારોમાં ન થયેલા કામોનું લિસ્ટ તૈયાર કરી જેમ બને તેમ તાલુકાના દરેક ક્ષેત્રને સુવિધા ઉપલબ્ધ કરાવવા કટિબદ્ધ જોવા મળી રહેલ છે. મહેશ ભૂરિયાના ધારાસભ્ય બન્યા બાદ તાલુકામાં વિવિધ કામગીરી વાયુવેગે થતી જોવા મળી રહેલ છે.
આજ રોજ ધારાસભ્ય મહેશ ભૂરિયા દ્વારા છાસીંયા, દાતગઢ, બીલવાણી, સુથારવાસા ગામોમાં જઈ વિવિધ કામો માટે અંદાજીત ૩ કરોડ ૩૯ લાખ રૂપિયાના કામોના ખાત મુહૂર્ત કર્યા હતા. હાલ તાલુકામાં થતા કાર્ય થી સહુ કાર્યકર્તા અને વિવિધ ગામોના સરપંચો, ગ્રામજનોમાં ખુશી જોવા મળી રહેલ છે.આ કાર્યક્રમમાં સરપંચો, ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.




