ઝાલોદ તાલુકાના લીમડી મુકામે ફ્યુજન માઇક્રો ફાઇનાન્સ લી.દ્વારા નેત્રમ ફાઉન્ડેશનના સહયોગથી મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો
રિપોટર – પંકજ પંડિત – ઝાલોદ
ઝાલોદ તાલુકાના લીમડી મુકામે ફ્યુજન માઇક્રો ફાઇનાન્સ લી.દ્વારા નેત્રમ ફાઉન્ડેશનના સહયોગથી મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો કેમ્પમાં ૧૮૬ લોકોએ ભાગ લીધો
ઝાલોદ તાલુકાના લીમડી મુકામે આજરોજ તારીખ 07-01-2023 શનિવારનાં રોજ ફ્યુજન માઇક્રો ફાઇનાન્સ લી. દ્વારા નેત્રમ ફાઉન્ડેશનના સહયોગથી મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો આ કેમ્પમાં ૧૮૬ મહિલાઓ અને બાળકોએ ભાગ લીધો હતો. આ કેમ્પ મફત યોજવામાં આવ્યો હતો.
આ કેમ્પમાં રોગ વિશેષજ્ઞ, સામાન્ય ચિકિત્સક દ્વારા ઉપસ્થિત મહિલાઓ અને બાળકોને તપાસવામાં આવ્યા હતા. આ કેમ્પમાં તપાસ પછી જરૂરિયાત મુજબના ટેસ્ટ પણ કરાવવામાં આવ્યા હતા. જેમકે બ્લડ સુગર, હિમોગ્લોબીન જેવા ટેસ્ટ પણ મફત કરવામાં આવ્યા હતા. દરેક વ્યક્તિને તપાસ કર્યા પછી જરૂરિયાત પ્રમાણે દવા પણ આપવામાં આવી હતી. કોરોનાને લગતા દરેક નિર્દેશનું પાલન પણ કેમ્પમાં કરવામાં આવ્યું હતું.
ફ્યુજન ફાઇનાન્સ કંપની પોતાના કાર્ય સિવાય પણ આવા સામાજિક કામકાજમાં પોતાનું યોગદાન આપતું રહે છે.
આ કાર્યક્રમમાં સરપંચ વિજય મોદી, મેડિકલ ઓફિસર ડૉ નિશા ,ડૉ કમલેશ નેના, ડૉ કમલેશ ગોહિલ, ડૉ અનિલ ભૂરિયા વિશેષ હાજર રહ્યા હતા. અને તેમની ઉપસ્થિતિની વચ્ચે આ કેમ્પ યોજાયો હતો. આ વિશેષ પ્રોગ્રામમાં કંપનીના પ્રમુખ સંદિપ શ્રીવાસ્તવ ,વિષ્ણુ ચૌધરી, ગૌરવ અરોડા, સંતોષ ,મહેશ સૂર્યવંશી તેમજ લીમડી બ્રાંચના દરેક સ્ટાફગણ હાજર રહ્યો હતો.




