કલેકટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં ઝાલોદના જેતપુર ખાતે રાત્રી સભા યોજાઈ.
સિંધુ ઉદય
કલેકટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં શુક્રવારે ઝાલોદના જેતપુર ખાતે રાત્રી સભા યોજાઈ હતી. રાત્રી સભામાં ગ્રામજનોના વિવિધ પ્રશ્નોનો સંતોષકારક ઉકેલ લાવવામાં આવ્યો હતો.કલેકટર ડો.ગોસાવીએ ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓનો જાગૃત થઈને લાભ લેવા જણાવ્યું હતું. તેમણે ઉપસ્થિત સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓને ગ્રામ જનોના પ્રશ્નોનો સત્વરે નિકાલ લાવવા સૂચના આપી હતી.કાર્યક્રમમાં ગ્રામજનોને વિધવા સહાય યોજના, નિરાધાર વૃદ્ધ સહાય, આયુષ્યમાંન માં કાર્ડ સહિતની યોજનાઓના લાભનું વિતરણ કરાયું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનનો ઉપસ્થિત રહ્યા હતા.