ઝાલોદ નગરમાં ચેક બારોબાર બેંકમાં નાંખી દેતા એકને મારી નાંખવાની ધમકી અપાઈ

દાહોદ તા.૨૫
ઝાલોદ નગરમાં એક વ્યÂક્તનો ચેક બારોબાર એક દંપતિએ બેંકમાં નાખી દેતા આ વિશે વાતચીત કરતાં એક દંપતિએ એકને મારી નાંખવાની ધમકી આપ્યાનું જાણવા મળે છે.
ઝાલોદ નગરમાં બાંસવાડા રોડ અગ્રવાલ સોસાયટીમાં રહેતા નાથુલાલ રામજીલાલ અગ્રવાલે પોતાના ઘરમાં એક કબાટમાં ચેક મુક્યો હતો. આ ચેકને મધ્યપ્રદેશના રતલામ જિલ્લામાં આલોટ ગામે રહેતા પ્રિયાબેન અભિષેક ગોયલ અને તેમના પતિ અભિષેક પ્રકાશભાઈ ગોયલે આ ચેકને લઈ બેંકમાં નાંખી દીધો હતો અને આ વિશે જ્યારે નાથુલાલ રામજીલાલ અગ્રવાલને જાણ થતાં તેઓએ ઉપરોક્ત દંપતિ સાથે આ વિશે વાતચીત કરતાં દંપતિ એકદમ ઉશ્કેરાયું હતુ અને નાથુલાલને મારી નાંખવાની ધમકી આપતાં આ સંબંધે નાથુલાલ રામજીલાલ અગ્રવાલે ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: