મહેમદાવાદ જીઇબીના કંપાઉન્ડમાથી પાટા ચોરી કરનાર ૩ ઇસમો ઝડપાયા

નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ

વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં રહેતા અરુણકુમારને છેલ્લા પાંચ વર્ષથી ખેડા જિલ્લાના મહેમદાવાદ શહેરમાં આવેલજીઈબી ડિવિઝનના ફેબ્રિકેશનનું કોન્ટ્રાક્ટ ચાલે છે. તેઓ જીઈબીની ઓફિસે હાજરહતા. તે સમયે મહેમદાવાદ પોલીસના માણસો જીઈબી ઓફિસે ૪ વ્યક્તિઓનેલઈને આવ્યા હતા. અને તેમાંથી ત્રણ વ્યક્તિઓએ જીઇબી ડિવિઝનના ઓફિસના કમ્પાઉન્ડમાં આવેલા વર્કશોપની
અંદર પડી રહેલા લોખંડના પાટા ચોરી કરી ગયા હોવાની વાત પોલીસે કરી હતી.જેથી અરુણકુમારે કમ્પાઉન્ડમાં લોખંડના પાટાની ગણતરી કરતા તેમાંથી ૧૧૦નંગ લોખંડના પાટા ઓછા હતા અને પોલીસે પકડેયેલા નીરજકુમાર સિયારામદાસ તાતી, અજય કુમાર સરજુકદાસ શર્મા, મનોહર દાસ બાપુજી દાસ તાતી તમામ રહે. મુળ બિહાર, હાલ રહે.જીઈબી બોર્ડ મહેમદાવાદ તોઓએ ૬ જાન્યુઆરીના રોજ ચોરી કરી હતી. આ ચોરીનો મુદ્દામાલ મહેમદાવાદ ખાતેરહેતા આસિફભાઇ ઉસ્માનગની મન્સૂરીએ ને વેચ્યો હતો. પોલીસે ચારેઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: