નડિયાદમાં ફાયર સેફ્ટી વગર ચાલતા કોમ્પલેક્ષમા દુકાનો સીલ કરી
નરેશ ગનવાણી બુરોચિફ નડિયાદ
નડિયાદમાં ફાયર સેફ્ટી વગર ચાલતા કોમ્પલેક્ષમા દુકાનો સીલ કરી
નડિયાદ ફાયર વિભાગ શનિવારેનડિયાદ શહેરના સ્ટેશન રોડ ઉપર આવેલપ્લેટિનિયમ પ્લાઝા કોમ્પલેક્ષ માં ફાયર સેફ્ટી વગર ૬ જેટલી દુકાનોને સીલ કરવામાં આવી હતી ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યા હતું કે અગાઉ દુકાનદારોને આ મામલે નોટિસો આપવામાં આવી હતી, પરંતુ આ નોટિસની અવગણના કરતા અમે કાર્યવાહી હાથ કરી છે.ફાયર બ્રિગેડ ના સુપ્રરીટેન્ટન સંદીપભઈ જણાવ્યું કે વખતો વખત નડિયાદ શહેરમાં આ કામગીરી ચાલી રહી છે. અગાઉ પણ અમે અહીંયા નોટિસ આપી છે અને આ બાદ આજે આ કામગીરી હાથ ધરાય છે. આ કોમ્પ્લેક્સમાં ૧૫૦ જેટલી દુકાનો છે જેમાં છ જેટલી દુકાનોને સીલ મારી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત શહેરની અન્ય કોમર્શિયલ બિલ્ડીંગ તેમજ રેસિડેન્સિયલહાઇરાઈઝ બિલ્ડીંગમાં આ કામગીરી કરવામાં આવશે



