સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારાબે ફોર વ્હીલર ગાડી ની તપાસ કરતાં વિદેશી દારૂ ઝડપાયો.

નીલ ડોડીયાર

દાહોદ તા.૦૮

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાંથી પસાર થતાં ટાંડી ગામેથી સ્ટેટ મોનીટરીંગ સેલ, ગાંધીનગરની ટીમ દ્વારા મળેલ બાતમીના આધારે બે ફોર વ્હીલર ગાડીઓના ચાલકોની અટકાયત કરી બંન્ને ગાડીઓની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂનો કુલ રૂા. ૬,૦૫,૭૬૦ના પ્રોહી જથ્થા સાથે બંન્ને ગાડીઓની કુલ મળી કુલ રૂા. ૧૧,૧૮,૯૬૦નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યાંનું જાણવા મળે છે.

ગતરોજ રાત્રીના અગીયારેક વાગ્યાના આસપાસ સ્ટેટ મોનીટરીંગ સેલ, ગાંધીનગરની ટીમને મળેલ બાતમીના આધારે ઝાલોદ તાલુકાના લીમડી નગરમાંથી પસાર થતાં ટાંડી ગામે વોચ ગોઠવી ઉભા હતા તે સમયે મળેલ બાતમીના આધારે બે ફોર વ્હીલર ગાડીઓ ત્યાંથી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને બંન્ને ફોર વ્હીલર ગાડીઓ નજીક આવતાંની સાથે તેને ચારેય તરફથી ઘેરી લઈ ગાડીમાં સવાર ચાલક ચેતન દેવેન્દ્ર જાદવ (રહે. રાજગઢ, મધ્યપ્રદેશ) અને પરેશભાઈ ઉર્ફે ચકાજી ચૌહાણ (રહે. વડોદરા) ની અટકાયત કરી બંન્ને ફોર વ્હીલર ગાડીઓની તલાસી લેતાં પોલીસે બંન્ને ફોર વ્હીલર ગાડીઓમાંથી વિદેશી દારૂની કુલ બોટલો નંગ. ૫૮૨૦ જેની કુલ કિંમત રૂા.૬,૦૫,૭૬૦ના વિદેશી દારૂના જથ્થા સાથે બંન્ને ફોર વ્હીલર ગાડીઓની કિંમત મળી કુલ રૂા. ૧૧,૧૮,૯૬૦ નો મુદ્દામાલ કબજે કરી ઉપરોક્ત બંન્ને ઈસમો વિરૂધ્ધ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસલરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!