દાહોદ તાલુકાના ગડોઈ ગામે એક્ટીવા ચાલકને લુંટી લેતા બે અજાણ્યા લુંટારૂઓ : રૂ.૩૦ હજારની મત્તાની લુંટ

દાહોદ તા.૨૫
દાહોદ તાલુકાના ગડોઈ ગામે એક એક્ટીવા ટુ વ્હીલર વાહન ચાલક પાસેથી એક મોટરસાઈકલ પર સવાર થઈ આવેલા બે અજાણ્યા ચોર લુંટારૂઓએ રોકડા રૂપીયા ૨૦ હજાર સાથે બેગમાં રહેલ મોબાઈલ ફોન, વોકીટોકી તેમજ ડોક્યુમેન્ટ વિગેરે મળી કુલ રૂ.૩૦,૫૦૦ની બેગ ઝુંટવી લુંટારૂઓ અંધારાનો લાભ લઈ નાસી જતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
હીરાભાઈ જવાભાઈ ગોહિલ (રહે.જેસાવાડા, નાવી ફળિયુ, તા.ગરબાડા,જી.દાહોદ) ગત તા.૨૩.૧૧.૨૦૧૯ના રોજ સાંજના સાંજના સાડા સાત
આભાર – નિહારીકા રવિયા વાગ્યાના આસપાસ દાહોદ તાલુકાના ગડોઈ ગામેથી પોતાના કબજાની એક્ટીવા ટુ વ્હીલર વાહન લઈ પસાર થઈ રહ્યા હતા તે સમયે બે મોટરસાઈકલના ચાલકોએ ફુલ લાઈટમાં આવતી હોય હીરાભાઈએ પોતાના કબજાની એક્ટીવા સાથે રોડની સાઈડમાં ઉભા રહ્યા હતા. આ બાદ પાછળથી એક મોટરસાઈકલ પર સવાર બે અજાણ્યા ચોર લુંટારૂઓએ હીરાભાઈ પાસે આવી કાળા કલરની બેગ જેમાં સરકારી વીએચએફ (વોકીટોકી) સેટ સંચાર કંપનીનો ઓશર કિંમત રૂ.૧૦,૦૦૦, રોકડા રૂપીયા ૨૦,૦૦૦, ચાવીઓ, બાયોડેટા બુક, ટ્રાય કલર બેટરી, એક સાદો મોબાઈલ કીપેડવાળો કિંમત રૂ.૫૦૦, ચાદર, ટુવાલ, ગરમ ટોપી,કપડા લત્તા વિગેરે મળી કુલ રૂ.૩૦,૫૦૦ ની બેગની લુંટ ચલાવી નાસી ગયા હતા.
આ સંબંધે લુંટનો ભોગ બનેલ હીરાભાઈ જવાભાઈ ગોહીલે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: