નડિયાદના ઇપ્કોવાળા હોલ ખાતે પોલીસ દ્વારા જીલ્લા કક્ષાનો લોક દરબાર યોજાશે

નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ

વ્યાજખોરીના ડ્રાઈવ સંદર્ભે  નડિયાદમાં જુદા જુદા પોલીસ મથકોમા લોક દરબાર યોજાશે જેમાં અરજદારો દુષણ સામે અવાજ ઉઠાવી શકે છે. ૧૧મી જાન્યુઆરીએ નડિયાદના ઇપ્કોવાળા હોલ ખાતે  જિલ્લા કક્ષાનો લોક દરબાર યોજાશે.આ લોક દરબારમાં નાના, મોટા વેપારીઓ અને જિલ્લા વાસીઓ હાજર રહી પોલીસ તંત્ર સાથે ખુલીને વાત કરશે.સોમવારે યોજાયેલી પત્રકાર પરિષદમાં જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએજણાવ્યું હતું કે  સવારે ૧૧ કલાકે યોજાનાર લોક દરબારમાં જિલ્લા પોલીસ વડા સહિતના પોલીસ અધિકારીઓ હાજર રહેશે.અહીંયા ખાસ હેલ્પ ડેસ્ક હશે.  જ્યાંથી આ બાબતે અરજદાર અને  પીડિતોને તમામ માહિતી અને માર્ગદર્શન મળશે. સ્થનિકો આ દરબારમાં  માર્ગદર્શન  મેળવે તેવી અપીલ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી છે. વધુમાં પોલીસ વડા રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે, અગાઉ થયેલા ચાર પાંચ ગુનાઓમાં પોલીની વોચ છે. જે નાણા ધિરનાર પાસે લાયસન્સ નહીં હોય અથવા તો છે તો ધારા ધોરણ કરતાં વધુ વ્યાજ લેતા હશે તો તેમના વિરુદ્ધ  પગલા લેવાશે અને લાયસન્સ પણ રદ થવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: