લીમખેડા તાલુકાની 2 કૃતિ પ્રથમ નંબરે આવી લીમખેડા તાલુકાનું ગૌરવ વધાર્યું

રમમેશ પટેલ સિંગવાદ

જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ દાહોદ અને જિલ્લા શિક્ષણ સમિતિ દાહોદ દ્વારા આયોજિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી મયુરભાઈ પારેખ ના માર્ગદર્શક હેઠળ તારીખ 6, 7, 8 જાન્યુઆરી 2023 ના રોજ એન.ઈ જીરુવાલા દાહોદ મુકામે જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું. જેમાં લીમખેડા તાલુકા કક્ષાએ ઋષિભાઈ સલાણીયા બી.આર.સી કો-ઓર્ડીનેટર અને કૌશિકકુમાર પ્રજાપતિ સી.આર.સી કો-ઓર્ડીનેટર સતત તાલુકા કક્ષાએ પ્રથમ આવેલી કૃતિઓની વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. જેમાં જિલ્લા કક્ષાએ સરસ રીતે કૃતિ રજૂ થાય તે માટે સતત પ્રયત્ન કરવામાં આવ્યું. જેમાં દાહોદ જિલ્લા કક્ષાએ કુલ 5 વિભાગોમાંથી વિભાગ-5 ગુમણી પ્રાથમિક શાળા પ્રથમ નંબરે આવેલી છે જેનું સંપૂર્ણ માર્ગદર્શક અંકિતભાઈ પારેખે આપેલ છે અને વિભાગ 4 મા ટીંબા પ્રાથમિક શાળા પ્રથમ નંબરે આવેલી છે જેનું સંપૂર્ણ માર્ગદર્શન વાળંદ અલ્પેશભાઈ આપેલ છે આમ લીમખેડા તાલુકાની 2 કૃતિ પ્રથમ નંબરે આવી લીમખેડા તાલુકાનું ગૌરવ વધાર્યું છે,જે હવે રાજ્યકક્ષાએ ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં દાહોદ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!