માનવતાની દ્રષ્ટિએ માનવતા દાખવી સેવાની જ્યોત પ્રગટાવી,
રિપોર્ટર: ફરહાન પટેલ સંજેલી)
માનવતાની સુવાસ ફેલાવી: અસ્થિર મગજની મહિલાને વ્હારે આવ્યા યુવાનો,
આદિવાસી પરિવારના યુવાનો બે અસ્થિર મગજની યુવતીની વ્હારે આવ્યા
માનવતાની દ્રષ્ટિએ માનવતા દાખવી સેવાની જ્યોત પ્રગટાવી,
સંજેલી નગર ખાતે અસ્થિર મગજની બે યુવતીઓ સંજેલીમાં કડકડતી ઠંડીમાં એકલવાયું જીવન પ્રસાર કરી થર-થર ભટકી રહી હતી જે વાતની જાણ સદાય હંમેશા નિઃસહાય મદદરૂપ કાર્યમાં હંમેશા અગ્રેસર રહેતા યુવાનો બે અસ્થિર મગજની મહિલાને વ્હારે આવ્યા હતા જય અંબે મંદબુધ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટનો સંપર્ક સાધ્યો હતો આદિવાસી પરિવારના નવયુવાનો દ્વારા સુલીયાત ખાતે પોલીસ મથકે કાયદાકીય પ્રોસેસ પૂર્ણ કરી બાયડ સ્થિત આવેલ મંદબુધ્ધિ મહિલા સેવા સમાજ ટ્રસ્ટ ખાતે સહી સલામત પહોંચાડી બંને અસ્થિર મગજની યુવતીની જવાબદારી ટ્રસ્ટે સંભાળી હતી, આદિવાસી પરિવારના નવયુવાનોએ માનવતાની જ્યોતને પ્રગટાવી માનવતા દાખવી હતી જેમાં માનવતાની સુવાસ ચારેકોર પ્રસરી જવા પામી હતી અને તાલુકા વાસીઓએ તેઓને કાર્યને બિરદાવી અભીનંદનનો વરસાદ કર્યો હતો,