નડિયાદની પરિણીતાને ત્રાસ આપતા ૬ વ્યકતી સામે પોલીસ ફરિયાદ
નરેશ ગનવાણી – બ્યૂરોચીફ – નડિયાદ
નડિયાદની પરિણીતાને ત્રાસ આપતા ૬ વેક્તિઓ સામે પોલીસ ફરિયાદ
નડિયાદ શહેરમાં રહેતી ૨૨ વર્ષીય યુવતીના લગ્ન જ્ઞાતિના રીતિ રિવાજ મુજબ વર્ષ ૨૦૨૧મા નડિયાદ તાલુકાના એક ગામે થયા હતા. યુવતી પોતાની સાસરીમાં આવતા શરૂઆતનુ લગ્ન જીવન સારી રીતે ચાલ્યુ હતું. પરંતુ આ બાદ પતિ તેમજ સાસુ ઘરના કામકાજ બાબતે તેમજ દહેજમાં કંઈ આપ્યું ન હોવાના કારણે અવાર નવાર મહેણાટોણા મારી શારીરિક માનસિક ત્રાસ આપતા હતા. અને રૂપિયા પાંચ લાખની માંગણી કરી હતી અને નણંદે જમવાનું બનાવતા નથી આવડતું તેમ કહી અત્યાચાર ગુજાર્યો હતો. ઘરસંસાર બગડે નહીં એ હેતુથી પીડીતા તમામ ત્રાસ મુંગા મોઢે સહન કરી સાસરીમાં રહેતી હતી. બાદમાં પતિના કહેવાથી તેણીની પોતાના પિયર નડિયાદ આવી હતી. આ બાદ પતિ તેને તેડવા આવ્યો નહોતો. તો બીજી બાજુ પતિને અકસ્માત થયાની જાણ પત્નીને થઈ હતી. જેથી ગત તા ૭મી નવેમ્બર ૨૦૨૨ના રોજ તેણીની પોતાની સાસરીમાં પોતાના પતિની ખબર કાઢવા આવી હતી. પરંતુ પરણીતાના સાસુ બે નાણંદો અને બે નણંદોઈએ ઘરમાં પેસવા દીધી નહોતી. અને તેની સાથે ઝઘડો કરી કહ્યું કે અમારે તને રાખવાની નથી તેમ કહી હાથ પકડી ઘરની બહાર કાઢી મૂકી હતી. અને કહ્યું કે, તારે જે કેસ કરવો હોય તે કર પોલીસ અમારું કંઈ ઉખાડી લેવાની નથી અમો રાજકારણના કીડા છીએ ઘરમાં એસિડ હોય તો લાવો છાંટીને આને મારી નાખીએ તેવી ધમકીઓ આપી હતી. છેવટે પીડીતાએ સમગ્ર મામલે ન્યાય મેળવવા પોતાના પતિ, સાસુ, બે નણંદ અને બે નણદોઈ મળી કુલ ૬ વ્યક્તિઓ સામે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.