કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તાનુંખોદકામ કરી નાખતા સ્થાનિક લોકોમાં ભારે રોષ.
અમિત પરમાર સંતરામપુર
બારીઆના મુવાડા ગામે કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તાનુંખોદકામ કરી નાખતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ અહીંથી પસાર થતા લોકોને ભારે હલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે.
બારીઆના મુવાડાથી લપાનીયા રસ્તાની બાજુમાં કેબલ વાયર દાબવા માટે કોન્ટ્રાકટર દ્વારા રોડ ની બીલકુલ બાજુમાં ખોદકામ કરેલ છે. આ રોડ એક વર્ષ અગાઉ જ બનાવ્યો છે જો આ રીતે રોડની બાજુમાં ખોદકામ કરવાની મંજૂરી કોણ આપતું હશે એ મોટા સવાલ છે. આ ખોદકામના લીધે રોડ તુટી ગયો છે અને ચોમાસા દરમ્યાન તુટી જશે તો જવાબદાર માટે યોગ્ય પગલાં લેવામાં આવે એવી જાગૃત નાગરિકો વતી માંગ કરવામાં આવે છે જેથી બીજી વાર આ રીતે ખોદ કામ ન કરે તેવી લાગણી અને માંગણી સ્થાનિકોમાં ઉઠવા પામી છે.