નડિયાદમાં પંતગની દોરીથી ગળુ કપાઇ જતા યુવકનુ મોત
નરેશ ગનવાણી બુરોચિફ નડિયાદ
આણંદ શહેરમાં રહેતા ૩૮ વર્ષિય વિપુલભાઈ નવિનચંદ્ર ઠક્કર ગુરૂવારના રોજ નડિયાદમાં મિત્ર કાંતિભાઈના ઘરે આવ્યા હતા. થોડીવાર ત્યાં બેઠા પછી મિત્રનું મોટરસાયકલ લઈને કોઈક કામેથી નીકળ્યા હતા. તેઓ સરદાર નગર પાસે આવતા પતંગના દોરા તેમના ગળાના ભાગે ભરાઈ જતાં ગળાની નસ કપાઈ ગઈ હતી. જેથી તેઓ લોહીલુહાણ હાલતમાં રોડ પર પડ્યા હતા. તરતજ આસપાસ લોકો આવી પહોંચ્યા હતા. અને ગળામાંથી દોરી કાઢી તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ વધુ સારવારની જરૂર પડતા તેને નડિયાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પરંતુ આ દરમિયાન તેમના શરીરમાંથી લોહી વધુ પ્રમાણમાં નીકળી ગયું હતું. જેના કારણે તેમનું મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ એલસીબી પોલીસ અને જિલ્લા પોલીસ વડા દોડી આવ્યા હતા.પોલીસ દ્વારા છેલ્લા દસ દિવસથી ચાઈનીઝ દોરી પકડવા માટે અભિયાન ચાલી રહ્યું છે. છતાં પણ પોલીસની નજરથી છુપાવીને લોકો ઘાતક દોરીનું વેચાણ કરી રહ્યા છે જેના કારણે આવી ઘટનાઓ બની રહી છે.



