પોસ્ટ માસ્તરે તેની કાયદેસરની સરકારી ફરજ દરમ્યાન રૂપિયા ૨,૬૧,૦૦૦ જેટલી રકમ ની ઉચાપત કરી.

પ્ર્તિનિધિ ગરબાડા

દાહોદ તા.૧૨

ધાનપુર તાલુકાના આગાશવાણી બ્રાન્ચ પોસ્ટ ઓફીસના પોસ્ટ માસ્તરે તેની કાયદેસરની સરકારી ફરજ દરમ્યાન રૂપિયા ૨,૬૧,૦૦૦ જેટલી સરકારી રકમની હંગામી ઉચાપત કર્યાનું બહાર આવવા પામ્યું છે.

ધાનપુરના આગાશવાણી બ્રાન્ચ પોસ્ટ ઓફીસમાં પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવતા મંગાભાઈ માનસીંહભાઈ પલાસે તા. ૯-૨-૨૦૨૨ થી તા. ૨૨-૬-૨૦૨૨ દરમ્યાન તેમની કાયદેસરની સરકારી ફરજ દરમ્યાન સરકારી નાણા રોકડા રૂપિયા ૨,૬૧,૦૦૦ જેટલી માતબર રકમની પોસ્ટ ઓફીસમાંથી હંગામી ઉચાપત કરી હતી જેની ખાતાકીય તપાસ દે.બારીયા સબડીવીઝનમાં રહેતા અને દે.બારીયા સબડીવીઝનના પોસ્ટ ડીમાપ્રટમેન્ટના ઈન્સ્પેક્ટર મનીષ કનૈયાલાલ પરમારે હાથ ધરી હતી જેમાં પોસ્ટ માસ્તર મંગાભાઈ માનસીંહભાઈ પલાસે કસુરવાર હોવાનું જણાઈ આવતા પોસ્ટ ડીપાર્ટમન્ટના ઈન્સ્પેક્ટર મનીષ કનૈયાલાલ પરમારે ધાનપુર પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલિસે આ મામલે આગાશવાણી બ્રાન્ચ પોસ્ટ ઓફીસના પોસ્ટ માસટર મંગાભાઈ માનસીંહભાઈ પલસ વિરૂધ્ધ ઈપિકો કલમ ૪૦૯ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: