ફતેપુરા જાગૃતિ કન્યા વિદ્યાલય માં પતંગ ઉત્સવ હરીફાઈ રાખવામાં આવી.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા જાગૃતિ કન્યા વિદ્યાલય માં પતંગ ઉત્સવ હરીફાઈ રાખવામાં આવેલી હતી
શાળાના વિદ્યાર્થીનીઓએ ઉત્સાહ પૂર્વક હરીફાઈમાં ભાગ લીધેલ હતો
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા જાગૃતિ કન્યા વિદ્યાલય ના ખેલકૂદના મેદાનમાં પતંગ ઉત્સવ ની હરીફાઈ રાખવામાં આવેલ હતી વિદ્યાર્થીનીઓ એ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો ધોરણ 9 થી 12 ની વિદ્યાર્થીનીઓ ભાગ લીધો હતો રંગબેરંગી પતંગોથી રમઝટ જામી હતી અને કાપ્યો…… કાપ્યો….. કાપ્યો……..નારા સાથે આનંદ ઉલ્લાસ મનાવવામાં આવ્યો હતો અને ઉતરાયણ પર્વનો ઉજવણી કરવામાં આવી હતી તેમજ શાળાના તેમજ શાળાના આચાર્ય સાહેબ તેમજ વિદ્યાર્થીઓને સ્ટાફ સાથે સ્ટાફ ગણ સાથે મળીને ઉતરાણ પર્વ ની ઉત્સાહપૂર્વક વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી