ધર્મસિંહ દેસાઇ યુનિવર્સિટીની ફાર્મસી ફેકલ્ટી દ્વારા લેકચરનું આયોજન કરાયું
નરેશ ગનવાણી બુરોચિફ નડિયાદ
નડીઆદ ખાતે આવેલી ધર્મસિંહ દેસાઇ યુનિવર્સિટીની ફાર્મસી ફેકલ્ટી દ્વારા ડો. એન. ડી. દેસાઇ મેમોરિયલ લેકચર સિરીઝ અંતર્ગત તા. ૧૨ જાન્યુઆરી અને ગુરુવારના રોજ ગુજરાત વિદ્યાપીઠના ભુતપૂર્વ વાઇસ-ચાન્સેલર ડો. અનામિક શાહ તેમજ નાગપુર યુનિવર્સિટીના ફાર્મસી વિભાગના ભુતપૂર્વ પ્રોફેસર અને વડા ડો. સુધીર ઉમાઠેના લેકચરનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ તેમનું અભિવાદન ડી. ડી. યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલર પદ્મશ્રી ડો. એચ. એમ. દેસાઇ દ્વારા કરવાં આવ્યું હતું. ડો. અનામિક શાહ દ્વારા સાઇંટિફિક નોલેજ, ઇનોવેશન અને ઑન્ત્રપ્રેનુઑરશીપને કઈ રીતે સાથે લાવી શકાય અને ફાર્મસી વિદ્યાશાખામાં વિવિધ ઇનોવેટિવ સંશોધનોને માર્કેટ સુધી પહોંચાડવા માટે MSME નું મહત્વ આકર્ષક તેમજ રમૂજી શૈલીમાં સમજવ્યું હતું અને પોતાના અલગ-અલગ ડ્રગ ડિસ્કવરીના સંશોધનોથી વિદ્યાર્થીઓને વાકેફ કર્યા હતા. તદુપરાંત ડો. સુધીર ઉમાઠે દ્વારા એંડોકેન્નાબીનોઇડ્સ-હેપિનેસ હોર્મોનની વિસ્તૃત માહિતી તેમજ તેની ચેતાતંત્ર પર થતી વિવિધ અસરોને વિસ્તારપૂર્વક સમજાવી હતી. આ સંદર્ભે બી. ફાર્મ. ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી દર્શન મોઢપટેલ એ જણાવ્યુ હતું કે “આ લેકચરથી સંશોધન અને ઇનોવેશન વિષે સમજવાનો દ્રષ્ટિકોણ બદલાયો અને આગળના ભવિષ્યમાં કેવી રીતે ઉદ્યોગ-લક્ષી કારકિર્દી બનાવવી તે સંદર્ભમાં ખુબજ ફાયદાકારક માર્ગદર્શન મળ્યું હતું.” આ લેકચર સિરીઝનો લાભ ફાર્મસી ફેકલ્ટીના બી. ફાર્મ., એમ. ફાર્મ. તથા પીએચ.ડી.ના વિદ્યાર્થીઑ તેમજ પ્રાધ્યાકોને મળ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ફેકલ્ટીના ડીનશ્રી ડો. તેજલ સોની, ડો. બી. એન. સુહાગીયાના માર્ગદર્શન હેઠળ ડો. ગોપી શાહ અને જેની ક્રિશ્ચિયન દ્વારા કરવામાં આવ્યું હતું.