સંજેલીમાં ઉત્તરાયણ પૂર્વ શુક્રવારી હાટમાં ઘરાકી નીકળતા વેપારીઓમાં ખુશીની લહેર.
રિપોર્ટર: ફરહાન પટેલ સંજેલી
સંજેલીમાં છેલ્લા કેટલાક સમયથી બજારમાં મંદિનો માહોલ સર્જાયો હતો જેને લઈ પતંગના વેપારીઓ સહિત અન્ય દુકાનદારો ચિંતિત બન્યા હતા શુક્રવારના રોજ સંજેલીમાં ઘરાકીનો પ્રવાહ જોવા મળતા વેપારીઓમાં પણ ખુશીના વાદળો છવાયા હતા, તહેવારને હવે ગણતરીની મિનિટો બાકી છે છેલ્લા એક સપ્તાહથી બજારમાં ઘરાકીનો અભાવને લઈ પતંગના વેપારીઓમાં નીરસ જોવા મળી હતી પરંતુ ઉત્તરાયણ પૂર્વ પતંગ રસિયાઓનો ઘસારો જોવા મળતા પતંગના વેપારીઓમાં પણ ખુશીના વાદળો જોવા મળ્યા હતા.