સરકારી ઇજનેરી કોલેજ, દાહોદ ખાતે યુવા દિવસની ઉજવણી
સિંધુઉદયન્યુસ
સરકારી ઇજનેરી કોલેજ, દાહોદના એન. એન. એસ. યુનિટ દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે યુવા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય બાદ વિદ્યાર્થીઓ દ્વારા સ્વામીજીના જીવન ચરિત્ર ઉપર વક્તવ્યો આપીને યુવાઓ દ્વારા તેમના જીવનમાંથી પ્રેરણા મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમ્યાન ઉપસ્થિત ગણમાન્યોમાં અધ્યાપક ગણ તથા સંસ્થાના આચાર્યશ્રી પણ ઉપસ્થિત રહ્યાં હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન. એન. એસ. કોઓર્ડીનેટર તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.


