પંતગોએ આપ્યો પોષણનો સંદેશો : દાહોદની આંગણવાડી કેન્દ્રોમા પૂર્ણા ઉડાન અંતર્ગત કાઇટ ફેસ્ટિવલ ની ઉજવણી
સિંધુઉદય ન્યુસ
દાહોદ ઘટક-૨ ના તમામ આંગણવાડી કેન્દ્રોમા પૂર્ણા ઉડાન અંતર્ગત કાઇટ ફેસ્ટિવલ ની ઉજવણી કરવામાં આવી હતી અને પંતગો થકી પોષણનો સંદેશો અપાયો હતો. જેમાં દરેક ગામના સરપંચશ્રી, આગેવાનો, સી.ડી.પી.ઓ, મુખ્ય સેવિકા, આંગણવાડી કાર્યકરો, પૂર્ણા સખી, સહ સખી, કિશોરીઓ હાજર રહ્યા હતા અને કિશોરી દ્વારા પૂર્ણા યોજના અંતર્ગત પતંગ પર “ખીલશે કિશોરી શક્તિ,લાવો પૂર્ણા શક્તિ”. “થનગને પતંગ આભમા ને પૂર્ણા ગુજરાતમાં” જેવા સૂત્રો લખીને આકાશમાં પતંગો ઉડાવાયા હતા. કાઇટ ફેસ્ટિવલમાં કિશોરીઓનો વિશેષ ઉલ્લાસ જોવા મળ્યો હતો




