દાહોદ શહેર સહિત જિલ્લાઓમાં ડબલ એન્જિનની સરકાર વાળી પતંગોની માંગ વધવા લાગી.
સિંધુ ઉદય
દાહોદ તા.૧૩
દાહોદ શહેર સહિત જિલ્લામાં ઉતરાયણ પર્વને અનુલક્ષીને શહેરમાં થનગનાટ જાેવા મળી રહ્યો છે ત્યારે ગોધરા શહેરના બજારોમાં અવનવી પતંગોનું વેચાણ થઈ રહ્યું છે ત્યારે દાહોદ શહેર સહિત જિલ્લાઓમાં ડબલ એન્જિનની સરકાર વાળી પતંગોની માંગ વધવા લાગી છે જેમાં ચીલ ખંભાતી કાર્ટૂન પ્રિન્ટ વગેરે જેવી પતંગો માર્કેટમાં જાેવા મળી રહી છે.
દાહોદ શહેરમાં અવનવી ડિઝાઈનવાળી પતંગોમાં મોદી ઔર યોગી હૈ તો હમારા હિન્દુસ્તાન સુરક્ષિત હૈ, ડબલ એન્જિન સરકાર, દુનિયાકી સબસે બડી રાજનૈતિક પાર્ટી વગેરે જેવી પતંગોએ માર્કેટમાં આકર્ષણ જમાવ્યું હતુ.આ ઉપરાંત ૧૦૦ રૂપિયાથી માંડીને ૫૦૦ રૂપિયા સુધીના તૈયાર ફિરકાઓ મળી રહ્યા છે. હાલ પતંગ રસીયાઓ મોટાભાગે દોરા સુતાવાનું વધુ પસંદ કરી રહ્યા છે. પતંગના વેપારીઓ દોરો સુતાવા માટે પણ સ્ટોલો ખોલી દીધા છે સાથે પતંગ દોરા ફીરકી સહિતનું વેચાણ થઈ રહ્યું છે
ઉતરાયણ પર્વને હવે માત્ર ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે દાહોદ શહેર સહિત જિલ્લામાં આવેલા વિવિધ બજારોમાં પતંગોની માર્કેટ ખુલી ગઈ છે સાથે સાથે દોરા અને ફીરકીઓનું વેચાણ પણ પૂરજાેશમાં થઈ રહ્યું છે દર વર્ષની જેમ આ વર્ષે પણ અવનવી પતંગની વેરાયટી આવતી હોય છે જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્રની સરકાર અને ગુજરાતની સરકારની ડબલ એન્જિન વાળી સરકારની પતંગ હાલ બજારમાં જાેવા મળી રહી છે પંચમહાલ જિલ્લાના ગોધરા, શહેરા, હાલોલ, કાલોલ, મોરવાહડફ, સહિતના તાલુકામાં આવેલા વિવિધ બજારોમાં પતંગોની નાની મોટી હાટડીઓ ખુલી જવા પામી છે .ઉતરાયણ પર્વને લઇને જિલ્લાવાસીઓમાં અનેરો થનગનાટ જાેવા મળી રહ્યો છે જેમાં ડબલ એન્જિન વાળી સરકારની પતંગ રસિયાઓમાં ભારે આકર્ષણ જમાવી રહી છે અહીંના ગ્રામીણ વિસ્તારોમાં ગુજરાતી ફિલ્મ અભિનેતા વિક્રમ ઠાકોર અને અભિનેત્રી મમતા સોનીના ફોટા વાળી પતંગો પણ ખરીદી કરાઈ રહી છે પતંગો ખંભાતી ભરૂચી ચીલ પતંગો જાેવા મળી રહી છે એક રૂપિયાથી માંડીને દસ રૂપિયા સુધીનો ભાવ પતંગોમાં જાેવા મળ્યો હતો જ્યારે ફિરકાનો રૂા. ૩૦ થી માંડીને ૫૦૦ રૂપિયા સુધીનો જાેવા મળ્યો હતો.