ઝાલોદ તાલુકાના વરોડ ટોલપ્લાઝા પાસેથી મોટરસાઈકલ પર સવાર થઈ આવેલ બે ગઠીઓએ એક મોટરસાઈકલ ચાલકના ગળામાંથી સોનાની ચેઈનની તડફંચી કરી
દાહોદ તા.૨૯
ઝાલોદ તાલુકાના વરોડ ગામે ટોલ પ્લાઝા નજીક એક મોટરસાઈકલ પર સવાર થઈ આવેલા બે જેટલા ગઠીયાઓએ એક મોટરસાઈકલ ચાલકને ઓવરટેક કરી ગળામાં પહેરેલ સોનાની ચેઈનની તડફંચી કરી નાસી જતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
ઝાલોદ તાલુકાના વરોડ ગામે પટેલ ફળિયામાં રહેતા જયેશભાઈ અમૃતલાલ પટેલ અને તેમની સાથે બીજા એક વ્યÂક્ત એમ બંન્ને જણા ગત તા.૨૮.૧૧.૨૦૧૯ના રોજ એક મોટરસાઈકલ પર સવાર થઈ વરોડ ટોલપ્લાઝા તરફથી પસાર થઈ રહ્યા હતા તે સમયે પાછળથી એક મોટરસાઈકલ પર સવાર બે ઈસમો આવ્યા હતા અને જયેશભાઈ અમૃતલાલ પટેલની મોટરસાઈકલને ઓવરટેક મારી પાછળ બેઠેલ વ્યÂક્તના ગળામાંથી સોનાની ચેઈન દોઢ તોલા વજનની આશરે કિંમત રૂ.૩૫,૦૦૦ની તોડી લઈ નાસી જતાં આ સંબંધે જયેશભાઈ અમૃતલાલ પટેલે લીમડી પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.