ભોટવા પશ્ચિમથી ગામડી તરફ જતો રસ્તો બનાવવામાં ન આવતાં લોકોમાં ભારે આક્રોશ.+
અમિત પરમાર બ્યુરો ચીફ મહીસાગર
દાહોદ જિલ્લાના ભોટવા પશ્ચિમથી ગામડી તરફ જતો રસ્તો આઝાદીના ૭૫ વર્ષ વીતી ગયાં બાદ પણ આ રસ્તો હાલ પણ બનાવવામાં ન આવતાં લોકોમાં ભારે આક્રોશ જાેવા મળી રહ્યો છે. આ રસ્તાનું નવીનીકરણ કરી નવો રસ્તો બનાવવામાં આવે તેવી લાગણી અને માંગણી સ્થાનીક લોકોમાં ઉઠવા પામી છે.
ભોટવા પશ્ર્ચિમ થી ગામડી વણકર ફળીયાના થી ચાદલી ફળીયાના રસ્તો ડામર રોડ બનાવવા આવેલ નથી અને દેશ આઝાદ થયે ૭૫ વર્ષ થયાં તે છતાં વણકર સમાજ ને વણકર ફળિયામાં જવા રસ્તો બનાવવવામાં ન આવતાં સ્થાનીક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને તાલુકા જિલ્લા કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી તે છતાં સરકારી વહીવટી તંત્ર અનુસુચિત જાતિ સમાજ માટે આંખ આડા કાન કરતા હોય તેવું ગામડી ગ્રામજનો આક્રોશ વ્યક્ત કર્યો છે. આ રસ્તો બનાવવામાં આવે તેવી લાગણી અને માંગણી સ્થાનીક લોકોમાં ઉઠવા પામી છે.



