ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘ મા મુકેશભાઈ કટારાની કન્વીનર તરીકે વરણી.
નીલ ડોડીયાર
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘ દ્વારા દાહોદના મુકેશભાઈ કટારાની કન્વીનર તરીકે વરણી કરવામાં આવી
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘ, મહામંડળની સામાન્ય સભા તા.૧૦.૦૧.ર૦ર૩ને મંગળવારે પી. એન. ચાવડા આહીર સમાજ, કેશોદ જિ.જુનાગઢ ખાતે અજીતસીંહ સુરમાના અધ્યક્ષસ્થાને મળી જેમાં મહામંડળના પ્રમુખ તરીકે કિશોરભાઈ ડાંગર(જુનાગઢ), મહામંત્રી તરીકે મિતેશભાઈ મોદી(ગાંધીનગર) તથા અધ્યક્ષ તરીકે મુકેશરાજ સોલંકી(પંચમહાલ) તથા મુકેશભાઈ વિરસીંહભાઈ કટારા(દાહોદ)ની ભવન (કન્વીનર) તરીકે સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી જેમાં બોર્ડ મેમ્બર મુકેશભાઈ પટેલ તથા ગુજરાતના તમામ જિલ્લાના પ્રતિનિધિઓ હાજર રહી સામાન્ય સભાને સફળતાપુર્વક પુર્ણ કર્યું હતું.