ખેડાના ૬૮ વર્ષય દાદાને પતંગબાજીનો અનોખો જુસ્સો
નરેશ ગનવાણી બુરોચિફ નડિયાદ
ખેડા શહેરના પરા દરવાજા અંદર આવેલી આઝાદ પોળમાં રહેતા નિલેશભાઈ ભાવસાર છેલ્લા ૬૦ વર્ષથી પતંગબાઝ તરીકે આ વિસ્તાર માં ખુબ જાણીતા છે. ઉત્તરાયણ આવે એટલે આ વિસ્તારના યુવાનોમાં તેમના નામની ચર્ચા થાય, શેરી કે પોળમાં તેમના પતંગના શોખની જવાતો સાંભળવા મળે.
આ અંગે નિલેશભાઈએ જણાવ્યું હતું કે, હું ૭ વર્ષનો હતો ત્યારથી પતંગ ચગાવુ છું. અત્યારે ૬૮ વર્ષની મારી ઉંમર છે તેમ છતાં હજુ પણ હું પતંગ ચગાવું છું. અઠવાડિયા પહેલા જ હુ ધાબે પણ ચડીને પતંગ ચગાવવા લાગુ છું. પહેલા એક મહિનાપહેલાથી જ પતંગ ચગાવતો હતો. હું અમદાવાદથી પતંગ લાવુ છું અને નડિયાદની દોરી લાવું છું. પતંગોને કાપીને આનંદ મેળવેતેઓ સાત વર્ષના હતા ત્યારથી
જ પતંગ ચગાવવાનો શોખછે. તેઓ ઉતરાયણના અઠવાડિયા પહેલાથી જ ધાબા ઉપર ચઢી જાય, જમવાનું પણ ધાબે જ મંગાવે, આજુ બાજુના રહીશો પણ તેમને ધાબા ઉપર પતંગ ચગાવતા હોય ત્યારે પ્રોત્સાહન આપી ઉત્સાહ વધારે છે. તેમની ખાસિયત એ છે કે વાત્રક નદી કાંઠે સામા ગામ હરિયાળા સુધી ઢીલ મુકીને પતંગને હવામાં જવાદે પછી ખેંચીને આકાશમાં ઊડતી પતંગોને કાપીને આનંદ મેળવે અને આજુ બાજુના તમામ લોકોને પણ ખુશ કરી દે છે.આકાશમાં ઉડતા અન્ય પતંગોને અહીં હાજર યુવાનો બતાવે તે પતંગ ને ભારે શોર બકોર સાથે ખેંચીને કાપવાની નિલેશભાઈને ભારે મઝા આવે છે. તેઓ પતંગ અમદાવાદથી લઇ આવે છે અને દોરી ફીરકી નડિયાદથી લાવીને વસો ગામે જઈને રંગાવે છે.પતંગમાં તેમને અમદાવાદી ચીલપતંગ અને ગેંડા બે નંબર નવતાર વાળી દોરી ને જ પસંદ કરે છે.
આજે અડસઠ વર્ષે પણ તેમનું પતંગ ચગાવવાનું ઝુનૂન યુવાનો જેટલું છે.



