સંજેલીમાં કડકડતી ઠંડીમાં તાલુકાવાસીઓ ઠૂંઠવાયા, કાતિલ ઠંડીનો ચમકારો
ફરહાન પટેલ સંજેલી
સંજેલી નગર સહિત તાલુકા ભરમાં કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો છેલ્લા એક સપ્તાહથી વધુ સમયથી ઠંડો પવન ફૂંકાય રહ્યો છે જેને નગરમાં કાતિલ ઠંડીનો પારો વધતા નગરજનોએ કડકડતી ઠંડીનો સામનો કરવો પડ્યો હતો ઠંડીથી રક્ષણ મેળવવા ગરમ વસ્ત્રો અને તાપણીનો સહારો લેવો પડ્યો હતો, સંજેલીમાં 22 ડિગ્રી તાપમાન જોવા મળ્યું હતું



