નડિયાદના સલુણ પાસે નીલ ગાય કાર સાથે અથડાતા કારમા આગ લાગી
નરેશ ગનવાણી બુરોચિફ નડિયાદ
નડિયાદના સલુણ પાસે નીલ ગાય આડી આવી જતા કાર સાથે અથડાતાં કારમાં આગ લાગી હતી. કારમાં સવાર લોકો બહાર નીકળી જતાં મોટી જાનહાનિ ટળી હતી.
નડિયાદના ડાકોર-નડિયાદ રોડ પર સલુણ ગામ પાસે કાર પસાર થઈ રહી હતી. ત્યારે નીલ ગાય રોડ વચ્ચે આવતાં નીલ ગાય કાર સાથે અથડાઈ હતી. જેના કારણે આ કારમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતાં કારમા સવાર લોકો કારની બહાર નીકળી ગયા હતા અને પરીવારનો આબાદ બચાવ થયો હતો. કારમાં સવાર પરિવાર બાલાસિનોરથી ખંભાત જતો હતો તે દરમિયાન ઘટના બની છે. આ અંગે નડિયાદ ફાયર બ્રિગેડને કોલ મળતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડ ટીમ દ્વારા કારમાં લાગેલ ભીષણ આગ પર પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં લીધી હતી.



