ઝાલોદ તાલુકા ની ફુલપુરા પ્રાથમિક શાળામાં ગરમ સ્વેટરનું વિતરણ.
પંકજ પંડિત ઝાલોદ
વાવે વડોદરા, સ્વયુરનાં સંયુકત ઉપક્રમે બાળકોને ઠંડી થી બચવા સ્વેટર વિતરણ કરાયું
આજરોજ તારીખ 16-01-2023 નાં રોજ ઝાલોદ તાલુકાની ફુલપુરા પ્રાથમિક શાળામાં વાવે વડોદરા સ્વંયુર આયુર્વેદના સંયુક્તના પ્રયાસે એમની શાળામાં 250 બાળકોને ગરમ સ્વેટર આપ્યા. આ કાર્યક્રમમાં શાળાના મદદનીશ શિક્ષક પરમાર નરેશભાઈ દશરથભાઈ શાળાના બાળકોને મદદ કરી તમામ બાળકોને વિતરણ કરવામાં આવ્યું તથા આ શાળાનો તમામ સ્ટાફગણ અને એસ.એમ.સી.ના સભ્યો તથા ગ્રામજનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો... છેલ્લે સ્વંયુર આયુર્વેદ અને વાવે વડોદરા અને સંજયભાઈ પટેલનો પરમાર નરેશભાઈ દશરથભાઈ એ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. અને છેલ્લે વંદે માતરમ ગીત ગાઇ સહુ છૂટા પડ્યા હતા.