ઠાસરા પાસે કાર ચાલકે સ્ટર્લીંગ પરનો કાબુ ગુમાવતા કાર પાણીમાં ખાબકી

નરેશ ગનવાણી બુરોચિફ નડિયાદ

ઠાસરાના ઢુણાદરા-કાલસર રોડ પરપુરપાટે આવેલ કારને અકસ્માત નડ્યો છે. કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર તળાવના પાણીમાં ખાબકી હતી જેના કારણે કાર ચાલકનું મોત નિપજ્યું છેઠાસરા તાલુકાના આગરવા ગામનાકેતનભાઇ દિનેશભાઈ પટેલ ગઇકાલે સાંજના સમયે  ક્રેટા કાર લઈને પોતાનાસગા સંબંધીઓના ઘરે ઢુણાદરાગામે જવા નીકળ્યા હતા. દરમિયાન કેતનભાઇએ ઢુણાદરા-કાલસર રોડ પર આવેલ ભમરીયા તળાવ પાસે કારના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. અને આ કાર સાથે તેઓબાજુમાં આવેલ તળાવમાં ઉતરી ગયા હતાં. આસપાસના લોકો તેમજ અન્ય વાહન ચાલકો દોડી આવ્યા હતા અને કાર તેમજ કારચાલકને તળાવના પાણીમાંથી બહાર કાઢ્યા હતા  કેતનભાઇને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરેતપાસ કરતા તેમનેમરણ જાહેર કર્યા હતા. સમગ્ર બનાસંદર્ભે ડાકોર પોલીસે ગુનો નોંધ વધુ તપાસ હાથ ધરી  છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: