મહેમદાવાદમાં મોદજગામે દૂધ મંડળીમાં તસ્કરોનો હાથફેરો.
મહેમદાવાદમાં મોદજગામે દૂધ મંડળીમાં તસ્કરોનો હાથફેરો નડિયાદ મહેમદાવાદ તાલુકાના મોદજ ગામેઅમરાપુરાની દૂધ મંડળીમાં તસ્કરોએદૂધ મંડળીના સેક્રેટરી ઓફિસ તોડી ઓફિસમાં પ્રવેશ કરી તિજોરીમાં મુકેલા રોકડ રૂપિયા ૧ લાખ ૪૫ હજાર ૫૪૦ની ચોરી કરી ફરાર થઇ ગયા છે. મહેમદાવાદ તાલુકાના અમરાપુરા વિસ્તારના ભીમસિંહ શંકરસિંહ ઝાલા અમરાપુર દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે. ત્રીજી જાન્યુઆરીનારોજ આ દૂધ ઉત્પાદક મંડળીમાંસભાસદના નાણાં જે સિલકના રોકડ રૂપિયા ૧ લાખ ૪૫ હજાર ૫૪૦ની ચોરી થયાનો બનાવ બન્યો છે. રાત્રિના સમયેકોઈ અજાણ્યા વ્યક્તિએ આ દૂધઉત્પાદક મંડળીના ઓફિસના તાડાતોડી સેક્રેટરી ઓફિસમા પ્રવેશ કરી તિજોરી નું લોક ખોલી તિજોરીમાંથી નાણાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ભીમસિંહ ઝાલાના જણાવ્યા મુજબ આ દૂધ ઉત્પાદક મંડળીની પાછળ રહેતા ગામના વ્યક્તિને અકસ્માત થયો હતો. જેના કારણે મધરાત સુધીલોકોની અવર-જવર અહીયા હતી અને આબાદ વહેલી સવાર સુધીના સમયગાળા વચ્ચે કોઈ અજાણા ઈસમે આ ચોરી કરી હોવાનું જણાવ્યું છે.આ મામલે ભીમસિંહ ઝાલાએ મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં અજાણા ઈસમ સામે ફરિયાદ નોંધાવી છે.