ગેરકાયદેસર દેશીહાથ બનાવટની માઉઝર (પિસ્ટલ) લઇ આવતા બે ઇસમો ઝડપાયા.
રિપોટર – શબ્બીરભાઈ સુનેલવાલા
દાહોદ તા.૧૭
અગ્નીશસ્ત્ર અંગેની પોતાને મળેલ બાતમીના આધારે દાહોદ એલસીબી પોલિસે સુખસર પોલિસ સ્ટેશન વિસ્તારમાં બલૈયા ચોકડી પર જરૂરી વોચ ગોઠવી દેશી હાથ બનાવટની માઉઝર પિસ્ટલ લઈને બાઈક પર આવી રહેલા બે યુવાનોને માઉઝર તથા મોટર સાયકલ મળી રૂા. ૪૦,૦૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યાનું જાણવા મળ્યું છે.
દાહોદ એલ.સી.બી. પી.આઈ. એમ.કે. ખાંટની સુચનાથી ગતરોજ બપોરના પોણા બે વાગ્યાના સુમારે એલસીબી પી.એસ.આઈ. આર.બી.ઝાલા તથા એલસીબી સ્ટાફના પોલિસ કર્મીઓ સુખસર પોલિસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પી.આઈ. એમ.કે. ખાંટને બાતમીને આધારે પેટ્રોલીંગમાં રહેલ એલસીબીની ટીમે સુખસર પોલિસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બલૈયા ચોકડી પર વ્યુહાત્મક રીતે આયોજન બદ્ધ વોચ ગોઠવી પોતાના શિકારની રાહ જાેતી ઉભી હતી. તે દરમ્યાન બલૈયા ચોકડી પર બાતમીમાં દર્શાવેલ જીજે-૩૫ કે-૪૩૮૭ નંબરની સ્પ્લેન્ડર મોટર સાયકલ લઈને આવતા બે ઈસમોને ઝડપી પાડ્યા હતા અને તે બંનેની અંગઝડતી લઈ રૂપિયા ૧૫૦૦૦ની કિંમતની દેશી હાથ બનાવટની માઉઝર(પિસ્ટલ) ઝડપી પાડી કબજે લીધી હતી તેઓની પાસેની રૂપિયા ૨૫ હજારની કિંમતની મોટર સાયકલ મળી રૂપિયા ૪૦,૦૦૦નો મુદ્દામાલ કબજે લઈ પકડાયેલા બંનેના નામ-સરનામા તથા સદર માઉઝર ક્યાંથી લાવ્યા તે બાબતની પુછપરછ કરતા તે બંનેએ પોતાના નામ ફતેપુરા તાલુકાના હીન્દોલીયા ગામના ૨૪ વર્ષીય રાજુભાઈ શંકરભાઈ ભાભોર તથા મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ખોડધરા ગામના ૨૪ વર્ષીય મહેશભાઈ રાયસીંગભાઈ તાવીયાડ હોવાનું જણાવ્યું હતું જ્યારે માઉઝર બાબતે પુછતા તેઓએ જણાવ્યું હતું કે, સંતરામપુર તાલુકાના બેણદા ગામના પોડા ફળિયાના રાજેશ ઉર્ફે લાલુ મનસુખભાઈ ગરોડે સદર માઉઝર સંતરામ તાલુકાના ખોડધરા ગામના મહેશભાઈ તાવીયાડને મૂકી રાવા આપી હતી તે માઉઝર તેણે હિન્દોલીયા ગામના રાજુભાઈ શંકરભાઈ ભાભોરને મૂકી રાખવા આપી હતી. એલસીબી પોલિસે પકડાયેલા ઉપરોક્ત બે જણા સહીત ત્રણ જણા વિરૂધ્ધ સુખસર પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા સુખસર પોલિસે ત્રણ જમા વિરૂધ્ધ આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧-બી), (એ) તથા ઈપિકો કલમ ૧૪૪ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.