અસામાજીક તત્વો એ ગરબાડામાં પેનલ બોર્ડ,મોટર તેમજ વાલની ચોરી કરી તોડફોડ.જે બાબતે એજન્સી દ્વારા પોલીસમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી.
પ્રતિનિધિ ગરબાડા
નલ સેજલ યોજના નું કામ પણ ગૌકળગાય ની ગતિએ
ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર દ્વારા નર્મદાના પાણી ગામ લોકોને મળે તે માટે હંગામી ધોરણે ચાલુ કરવામાં આવ્યું છે
ગરબાડા નગર સહિત આજુબાજુ વિસ્તારને પીવાનું પાણી પાડવા માટે સરકાર દ્વારા હાફેશ્વર નર્મદા બેઝીન આધારીત જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત પાણીનો ટાંકો બનાવવામાં આવ્યો છે જ્યાં પાણીના ટકાની કેપીસીટી 35 લાખ 10 હજાર લિટર છે જેના મારફતે આજુબાજુના વિસ્તારને નળ કલેક્શનના માધ્યમથી પાણી પૂરું પાડવામાં આવશે જ્યાં હાલની ટાંકાની પરિસ્થિતિમાં અજાણ્યા ઇસમો દ્વારા ટાંકા ઉપર લગાવેલ ઢાંકણો પાણીના વાલ તેમજ પેનલ બોર્ડ મોટરની ચોરી કરવામાં આવી હતી જે નર્મદા બેઝીને આધારિત પાણી પુરવઠા ટાકા નું કામ એક વર્ષ પૂર્વે પૂર્ણ થઈ ગયું હતું કામ પૂર્ણ થયા બાદ એજન્સી દ્વારા ધ્યાન ન અપાતા અજાણીયા ઈસમો દ્વારા ચોરી કરવાનું સામે આવ્યું હતું ઉપરાંત સિક્યુરિટી રૂમમાં પણ તોડફોડ કરી નુકસાન પહોંચાડેલું હતું.આ બાબતે પાણી પુરવઠા અધિકારી સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે કામ એક વર્ષ પૂર્વેજ પૂર્ણ થઈ ગઈ છે અને જે ત્યાં ચોરી ના બનાવો બન્યા હતા ત્યારે કામ ચાલુ હતું અને તેની જાણ તેમજ ફરિયાદ ગરબાડા પોલીસ મથકે કરવામાં આવી હતી હાલ પરિસ્થિતિની વાત જોઈએ તો પાણીના ટાંકા ઉપર દરવાજા પાણીના વાલ તેમ જ અસામાજિક તત્વો દ્વારા પાણીની અંદર દારૂની બોટલો તેમજ ઘન કચરો નાખેલો જોવા મળી રહ્યો છે તંત્ર દ્વારા વહેલી તકે નર્મદા બેઝીન આધારિત પાણીના ટાંકાની સંભાળ રાખવામાં આવે તેમજ પાણીના ટાંકાની સુરક્ષા માટે પોલીસ મુકવામાં આવે તે જરૂરી બન્યું છે અહીંયા એક દિવસ પૂર્વે જ ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર દ્વારા ગરબાડા નગરવાસીઓને પીવાનો પાણી આપવા માટે નર્મદાના નિરને લીલી ઝંડી આપવામાં આવી હતી.અને ગરબાડા મેન બજાર ની પાણી ની નવીન પાઈપ લાઈન માટે નલ સે જલ યોજના પાર્ટ- 2 વહેલી તકે મંજૂર કરવા ગામ લોકો ની માંગ ઉઠી છે. હવે જોવાનું રહ્યું તંત્ર દ્વારા આ બાબતે શું પગલાં લેવામાં આવે છે.